મને B.P. ની તકલીફ છે, બ્લડપ્રેશર કે હાઈપરટેન્સન છે એવા શબ્દો સાંભળ્યા હશે કેમ કે બ્લડપ્રેશરની બીમારી સાવ સામાન્ય થઈ ગઈ છે. હાઈ બ્લડપ્રેશરનાં દર્દીઓમાં તેજીથી વધારો થઈ રહ્યો છે. પહેલાં બ્લડપ્રેશર અને હાર્ટ એ વૃદ્ધાવસ્થાની બીમારી ગણાતી હતી પણ હાલ બદલાતી જતી જીવનશૈલી અને તણાવના કારણે યુવાનોમાં પણ બ્લડપ્રેશરનાં કેસીસ જોવા મળી રહ્યા છે. તો આવો વિગતે જાણીએ બ્લડપ્રેશરની બીમારી વિશે.
શું છે હાઈબ્લડપ્રેશર ? OR હાઈપરટેન્શન અથવા હાઈ બી.પી.ની તકલીફ
સામાન્ય ભાષામાં રક્તવાહિની દીવાલ ઉપર હૃદય દ્વારા પમ્પીંગથી લોહી ફરે છે તેનાં દ્વારા લાગતું દબાણ એટલે બ્લડપ્રેશર. જ્યારે હૃદય સંકોચાય છે ત્યારે રક્તવાહિનીમાં તત્પુરતું દબાણ વધે છે તેને સીસ્ટોલીક કે ઉપરનું બ્લડપ્રેશર અને હૃદયનાં બે ધબકાર વચ્ચે પણ રક્તપ્રવાહ ચાલુ હોય છે. આ સમયને લોહીના દબાણનું ડાયસ્ટોલીક અથવા નીચેનું બ્લડપ્રેશર કહે છે.
કેટલું હોવું જોઈએ નોર્મલ બ્લડ પ્રેશર ?
આમ, તંદુરસ્ત માણસનું એવરેજ BP 120/80 mmHg ગણાય છે. ઘણાં બધાં તંદુરસ્ત લોકો ઉપર સ્ટડી કર્યા પછી એવું તારણ કર્યું છે કે systolic BP – 140 mmHg અને Diastolic BP 90 mmHg હોય ત્યાં સુધી નોર્મલ ગણી શકાય. કેટલી આંતરરાષ્ટ્રીય સમિતિએ બ્લડ પ્રેશરને તેના આંકડા અનુસાર ગ્રેડેશન આપેલા છે. તે નીચે મુજબ છે.
systolic mm Hg | diastolic mm Hg | |
આદર્શ | ૧૨૦ સુધી | ૮૦ સુધી |
પ્રિહાઈપર ટેન્શન | ૧૨૦ – ૧૩૯ | ૮૦ – ૮૯ |
પહેલો તબક્કો Grade I | ૧૪૦ – ૧૫૯ | ૯૦ – ૯૯ |
બીજો તબક્કો Grade II | ૧૬૦ થી વધારે | ૧૦૦ થી વધારે |
બ્લડપ્રેશર થવાના કારણો કયાં છે ?
બ્લડપ્રેશર વધવાના કે થવાનું કોઈ એક ચોક્કસ કારણ નથી પરંતુ નીચે મુજબનાં ચોક્ક્સ પરીબળો કહી શકાય કે જેનાથી BP ની શક્યતાઓ વધુ છે.
વારસાગત : એક જ કુટુંબના એક થી વધારે સભ્યો અથવા જો માતાપિતાને હોય તો સંતાનોને વારસાગત રીતે આવવાની શક્યતા વધુ હોય છે.
સ્થૂળતા (obesity) :- બેઠાળું અને મેદસ્વી લોકોમાં ને જો કમરનો ઘેરાવો વધુ અને BMI >25 થી વધુ હોય તો તેમાં BP થવાની શક્યતા વધુ હોય છે પરંતુ આવાં લોકોને દબાણ ઉંચુ રહે છે.
ઉંમર :- ૩૫ વર્ષ પછી હાઈ બ્લડપ્રેશરની દરેક વ્યક્તિએ વર્ષમાં ૨ થી ૩ વાર BP ચેક કરાવવું જોઈએ જેમ ઉંમર વધે તેમ BP ની possibility વધુ થાય છે.
માનસિક તાણ :- આજના ડીજીટલ યુગ અને વ્યસ્તતા, લોંગ Working Hours, માનસિક તાણ અને અનિદ્રાના કારણે બ્લડપ્રેશર થતાં વાર નથી લાગતી.
વ્યસનો :- ધુમ્રપાન, તમાકુ અને આલ્કોહોલના વ્યસનો લોહીની નળીમાં Atherosclerosis સાથે હાર્ટ અને BP ની સમસ્યા નોતરે છે.
ડાયાબીટીસ :- હાઈ BP અને ડાયાબીટીસ એકબીજાનાં જોડીદાર હોય છે. સામાન્ય લોકોની compare માં ડાયાબીટીસનાં દર્દીને Atherosclerosis (લોહીમાં ચરબીનું જમા થઈને સાંકળી થવી) ની શક્યતા ડબલ હોય છે.
જો બ્લડપ્રેશર Uncontrolled રહે તો કયા કોમ્પ્લીકેશન થઈ શકે ?
બ્લડપ્રેશર એક ધીમી ગતિએ વધતી બીમારી છે એવું કહી શકાય કેમ કે શરૂઆતમાં દર્દીને કોઈ ખાસ ચિન્હો કે લક્ષણો હોતાં નથી કે જેનાથી B.P. ને ઓળખી શકાય. ઘણી વખત દર્દીને માથાનો દુખાવો ચક્કર, છાતીમાં દુખાવો કે ગભરામણ, શ્વાસ લેવામાં તકલીફ કે નાકમાંથી લોહી આવવું તેવા લક્ષણોનો અનુભવ થાય છે પરંતુ તે બીજી બીમારીના લક્ષણો પણ હોઈ શકે. મોટા ભાગનાં દર્દીઓને રૂટીન ચેક અપ અથવા આકસ્મિક કોઈ કારણનાં ડોક્ટરી કન્સ્લટેશન દરમિયાન નિદાન થાય છે. B.P. ના કોમ્પલીકેશનની વાત કરીએ તો
હાર્ટ ઉપર અસર : લોહીનું ઉચું દબાણની સીધી અસર હાર્ટના કામકાજ ઉપર પડે છે શરૂઆતમાં હૃદય પહોળું થવા લાગે છે એમાં sequence સ્વરૂપે હૃદય પમ્પીંગ બરાબર નથી થતું જેથી શ્વાસ ચઢે અને સોજા આવે છે અને હાર્ટ ફેલ્યોર પણ થઈ શકે છે.
કીડની ઉપર અસર : જો B.P. ને નિયંત્રણ ના કરવામાં આવે તો કીડની ડેમેજ થઈ શકે છે.
આંખના પડદાને નુકસાન : High B.P. આંખની રક્તવાહિનીને નુકસાન કરે છે જો નેત્રપટલને નુકસાન થાય તે તેનાથી આંખમાં blaind અને even vision loss પણ થઈ શકે (Hypertensive Retinopathy) એમાંય જે લોકોને BP અને ડાયાબીટીસ બંન્ને છે તે લોકોને આ શક્યતા વધુ હોય છે.
પેરાલીસીસનો હુમલો :- અમુક કિસ્સાઓમાં Atherosclerosis ની પ્રક્રિયા અને ઉચાં લોહીનાં દબાણને કારણે મગજમાં થતું હેમરેજ પક્ષાઘાતનો હુમલો કરે છે. આ પરિસ્થિતિ ના થાય તે માટે દર્દીએ ભૂલ્યા વગર પોતાની ચાલતી નિયમિત દવાઓ લેવી જોઈએ.
આમ, જો B.P. ની સમસ્યા જુની હોય, uncontrolled હોય તો તેની અસર હૃદય, મગજ, કીડની ને આંખોના પડદા ઉપર પડે છે.
હાઈ બ્લડપ્રેશર અને તેના કોમ્પ્લીકેશનથી બચવા શું કરી શકાય ?
BP ની સમસ્યા જ્યારે શરૂઆતના તબક્કામાં હોય (Prehypertensive stage) ત્યારે જ નિયમિત તબીબી તપાસ અને સલાહ આ પરિસ્થિતિથી વણસતાં અટકાવી શકે છે. તો આવો જાણીએ રોજીંદા જીવનમાં શું કરવાથી કોમ્પ્લીકેશન અટકાવી શકીએ અથવા ઓછા કરી શકીએ.
વજન ઘટાડવું :- વજન મેટાબોલીઝમ ઉપર Direct અસર કરે છે, વજન અને BMI ઘટાડવાની સાથે દર્દીનું BP પણ ઘટે છે જેથી સપ્રમાણ વજન અને શારીરિક સક્રિયતા જાળવવી.
નિયમિત કસરત :- લગભગ ૩૦ થી ૪૫ મિનિટ સુધી એરોબિક એક્સસાઈઝ અને હળવી કસરતો કરવી પરંતુ જો હાર્ટની પણ બીમારી હોય તો વધારે શ્રમ વાળી કસરતો Avoid કરવી.
સ્વસ્થ આહાર :- ખોરાકમાં નમકનો મર્યાદીત ઉપયોગ, વધારે સુગર અને ચરબીયુક્ત પદાર્થો, ઘી, તેલ, જંક ફુડ્સ, કોલ્ડ્રીગ્સ, અથાણાં, પાપડ અને બેકરી પ્રોડક્ટસનો ઉપયોગ બંધ કરવો. વધુમાં ફળો (જો ડાયાબીટીસ ન હોય તો તે પ્રમાણે) ફાઈબરયુક્ત ખોરાક, કઠોળ, લીલા શાકભાજીનો ઉપયોગ દૈનિક આહારમાં કરવો. “Dash Diet ચાર્ટ” ને Follow કરવું.
ચિંતા તણાવ અનિદ્રા અને કેફીન પદાર્થોથી દૂર રહેવું. યોગા-પ્રાણાયામ થી સવિશેષ ફાયદો જોવા મળ્યો છે. સૌથી મહત્વની વસ્તુ નિયમિત ડોક્ટરી તપાસ અને દવાઓ ચાલુ રાખવી યાદ રાખો BP નું કન્ફર્મ નિદાન થયા પછી તેની સારવાર નહી કરાવવાની ભૂલ કોમ્પ્લીકેશનને આમંત્રણ આપે છે.
High Blood Pressure ને એક Life Style ને લાગતી બીમારી કહી શકાય. પોતાની દીનચર્યા આહાર વિહારમાં નાના નાના ફેરફારો કરી તેનાથી બચી શકાય છે. સમયસર થતું નિદાન તેની વ્યાપક જાગૃતિ તેમાંથી થતાં મલ્ટીઓર્ગન ડેમેજને અટકાવી સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકાય.
He is practicing Family physician and Consulting Homeopath in Vadodara , Gujarat since more than 12 years.
Website : https://drhemalparikh.com
About Us : https://drhemalparikh.com/about-us/
Facebook : https://www.facebook.com/barodaclinic
Instagram : https://www.instagram.com/barodaclinic
Whatsapp Direct : https://wa.link/tjq5la
Whatsapp Only Contact : 9106672232
Fix Appointment: https://drhemalparikh.com/contact-us/