શું છે એલર્જી થવાના મુખ્ય કારણો, પ્રકારો અને બચવાના ઉપાયો ?
મને ડસ્ટની એલર્જી છે…! મને દુધ માફક નથી આવતું…! મને અમુક દવાઓથી શરીર ઉપર લાલાશ પડતાં ચકામા પડે છે. મને બારેમાસ શરદીનો કોઠો રહે છે અને વારંવાર છીંકો આવી આંખ અને નાકમાંથી પાણી પડે છે. આ બધા શબ્દો આપણે રોજબરોજની વાતોમાં સાંભળ્યા હશે.
શું છે એલર્જી?
“એલર્જી એક જનરલ શબ્દ છે” જેને સામાન્ય ભાષામાં “અતિ સંવેદનશીલતા અથવા એલર્જી અથવા વસ્તુ શરીરને માફક નહી આવવી જેની પ્રતિક્રિયા સ્વરૂપે શારીરિક તકલીફ થાય છે તે જ. કેટલીક વાર ચોક્કસ પદાર્થના સંપર્કમાં આવવાથી શરીરનું સંવેદનશીલ રોગપ્રતિકારક તંત્ર ઉત્તેજના અનુભવે છે. ટૂંકમાં તે પદાર્થો તે વ્યક્તિના શરીરના બંધારણને શુટ કરતાં નથી.
એલર્જન એટલે શું?
જે વસ્તુ કે પદાર્થ કે એલર્જી થાય તેને એલર્જન કહે છે. દરેક દર્દી માટે એલર્જન અલગ અલગ હોય છે. એલર્જન મોટે ભાગે રોજિંદા જીવનમાં વપરાશમાં આવતી વસ્તુઓ હોય છે. જેમકે, ડસ્ટ અને ડસ્ટની જીવાત ( House Dust and Dust mite), પરાગરજ ( pollens), animal dander, Foods and drugs, Fungus, Insects, etc.
કયા પ્રકારની એલર્જી થઈ શકે છે?/ એલર્જી થી કઈ કઈ બીમારી થાય છે?
એલર્જી મુખ્યત્વે અલગ-અલગ સ્વરૂપે જોવા મળે છે. શરીરના જુદા જુદા ભાગો ઉપર એલર્જીની અસર જુદી જુદી થાય છે.
એલર્જીની શરદી (Allergic Rhinitis):- વારંવાર છીંકો આવવી, નાક માંથી પાણી પડવું, ખંજવાળ આવવી, નાક બંધ થવું અને શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા લક્ષણો જોવા મળે છે.
એલર્જીક ખાંસી (Allergic Bronchitis):- બાહ્ય વાતાવરણમાં થી એલર્જન શ્વસનતંત્રના અસર કરીને (Airborne Allergen) શ્વાસ તંત્રમાં સોજો અને કફ થાય છે. જે ના લક્ષણો સતત ખાંસી આવવી, શ્વાસ લેવામાં તકલીફ, હાફ ચડવો, છાતી ભીસાવી , એલર્જી દવાઓ લેવા સુધી કાબૂમાં રહે છે.
આંખ ની એલર્જી (Allergic Conjunctivitis) :- જેમાં આંખ લાલ થવી, પાણી પડવું, આંખમાં ખંજવાળ અને બળતરા સાથે સોજો આવવો.
February/ October and November મહિનામાં આ પ્રકારના કેસીસ નોંધપાત્ર જોવા મળે છે. (Pollens)
ચામડીની એલર્જી (Allergic Dermatitis / Urticaria) :- ચામડી પર લાલાશ પડતા ચકામાં ઘણીવાર આંખ અને હોઠો પર પણ સોજો આવે છે. (Angio oedema)
Allergic Dermatitis (Eczema):- જેમાં ચામડી સૂકી થઈ જાય છે (Dry Eczema) વારંવાર ખંજવાળ અને ચીકાશ વાળું પાણી નીકળવાની શરૂઆત થાય છે. (Wet Eczema) Cosmetic અને બિનજરૂરી OTC ક્રીમના ઉપયોગના કારણે આ પ્રકારનું Allergic Contact Dermatitis જોવા મળે છે.
Drug and food Allergy:- અમુક ચોક્કસ પ્રકારની દવાઓ જેમકે, અમુક ચોક્કસ પ્રકારની દવાઓ જેમકે, Sulpha, Ampicillin, doxycycline તેમજ ખાદ્ય પદાર્થો જેમકે, ગ્લુટેન, MSG અને preservative યુકત પદાર્થો અને પીણાં, ડેરી products, peanuts જેવા ખોરાકના કારણે જે એલર્જી થાય છે તેનો સમાવેશ થાય છે.
મને ૧૨ વર્ષની પ્રેકટીસમાં ડસ્ટ એલર્જી, મિલ્ક એલર્જી, ગ્લુટેન સેન્સીટીવીટી, Urticaria એલર્જી, બ્રોકઈટીસ, કોસમેટીકસની એલર્જી સૌથી વધુ કોમન જોવા મળે છે.
હાલ વાતાવરણમાં Vehical Pollutionને કારણે થતાં ધુમાડા અને વિવિધ પ્રકારનાં ફેકટરીમાંથી નીકળતાં ગેસ પદાર્થો ને શ્વાસમાં જવાથી એલર્જીક બ્રોકઈટીસ કે Occopational Asthma Cases નોંધપાત્ર જોવા મળે છે.
શું એલર્જીનું કારણ જાણી શકાય છે?
એલર્જીના નિદાન બે પ્રકારે થઈ શકે છે:-
મોટેભાગે દર્દી જાતે અવલોકન કરીને કોઈ ચોક્કસ એલર્જી વિશે માહિતગાર થઇ શકે છે. એલર્જીના નિદાન માટે,
(૧) સ્કીન પ્રિકટેસ્ટ (Skin Prick Allergy Test):- એલર્જીના નિદાન માટે સૌથી સચોટ અને સારામાં સારી પદ્ધતિ છે. આ ટેસ્ટ કરતાં પહેલા 1 અઠવાડિયા પહેલા એન્ટી હીસ્ટામીનીક દવાઓને બંધ કરવી જરૂરી છે.
(૨) Blood for Food, Drugs and Inhalant:- લોહીનો નમૂનો અલ્ટ્રા મોર્ડન મશીન ઉપર મૂકીને થાય છે. જેનું પરિણામ બે થી ત્રણ દિવસમાં આવે છે. ઉપરાંત બ્લડ રિપોર્ટ CBC, S.IgE, AEC (Absolute Eosinophil) જેવા Subsidary test જરૂરી છે.
એલર્જી થી બચવાની સામાન્ય તકેદારી:-
- ઘરને પૂરતું વેન્ટીલેશન રાખવું તથા કીચનમાં એકઝોસ્ટ ફેન રાખી શકાય.
- વધુ પડતાં પ્રદૂષણમાં જતી વખતે નાક અને મોઢું કવર થાય એ રીતે માસ્ક પહેરો અથવા નાકને Wet રૂમાલથી ઢાંકો જેથી ડસ્ટ અને અન્ય Aero Allergen સામે રક્ષણ મેળવી શકાય.
- સુંગધીત સાબુ, પરફ્યુમ, અગરબત્તી, ટેલ્કમ પાવડર, મસ્કીટો મેટ અથવા અગરબત્તી રૂમ ફ્રેશનરનો ઉપયોગ શ્વસનતંત્રની એલર્જી ટ્રીગર કરે છે જેથી તેનો ઉપયોગ ટાળવો.
- Pet Animal Dander એલર્જી હોય તો તેને ન પાળો.
- ઠંડા પીણા, આઈસક્રીમ, પ્રિઝરવેટીવ યુક્ત અને આર્ટીફીસીયલ કલર, પેકીંગ કે પ્રોસેસ ફુડ જેવા ખાદ્ય પદાર્થો એલર્જીના સામાન્ય કારણો છે.
- તમારા ઘરના રૂટીન વપરાશના બેડશીટ, ગાદલા, તકીયાને પાતળું પ્લાસ્ટિક કવર રાખવું. Dust અને Dust Mite નરી આંખે જોઈ શકાતી નથી જેથી તેનાથી બચી શકાય.
- ખાદ્ય પદાર્થોની એલર્જીમાં સોયાબીન, દૂધ, ઈંડા, મગફળી, માછલી, આથા અને ખટાસ વાળી વસ્તુઓ અતિ સામાન્ય છે તે Avoid કરવી. ફૂડ એલર્જીમાં કયો પદાર્થ લેવો અને નહીં લેવો એ મહત્વનું છે.
- પેશીવ સ્મોકીંગ બાળકોમાં વારંવાર ખાંસીનું કારણ બને છે.
- એક વખત એલર્જીની ટ્રીટમેન્ટ શરૂ કર્યા પછી ડોક્ટરની સલાહ મુજબ દવા લેવી અને કહ્યા પહેલાં દવા બંધ નહીં કરવી.
- ઘર કે ઓફીસમાં કોઈ જગ્યાએ ભેજ લાગેલો હોય એમાં ફૂગ થઈને તેના કણ શરીરના સંપર્કમાં આવવાથી એલર્જી કરી શકે છે.
He is practicing Family physician and Consulting Homeopath in Vadodara , Gujarat since more than 12 years.
Website : https://drhemalparikh.com
About Us : https://drhemalparikh.com/about-us/
Facebook : https://www.facebook.com/barodaclinic
Instagram : https://www.instagram.com/barodaclinic
Whatsapp Direct : https://wa.link/tjq5la
Whatsapp Only Contact : 9106672232
Fix Appointment: https://drhemalparikh.com/contact-us/