૩૦ વર્ષીય ચેતના OPD માં વાળ ખરવાં, વજન વધવું અને અનિયમિત માસિક ચક્રની સમસ્યા લઈને આવે છે. “હું થોડુ કામ કરૂ એટલે થાકી જવું છું, મૂડ સ્વિંગ થાય છે અને કબજીયાત માટે દરરોજ કોઈ ના કોઈ દવા લેવી પડે છે. દરેક લક્ષણ માટે ઘરગથ્થુ સલાહ અને ઉપાયો કર્યા પછી કોઈ ફાયદો નથી” વાસ્તવિક રીતે તેણીને હાઈપો થાઈરોઈડની સમસ્યા હતી.
બદલાતી જતી લાઈફસ્ટાઈલનાં કારણે હોર્મોન્સ ઈમબેલેન્સની સમસ્યાઓ મહિલાઓમાં ખાસ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે જેથી સ્ત્રીઓમાં તેનાં લક્ષણોની જાગૃતતા અને વહેલું નિદાન થવું જરૂરી છે.
થાઈરોઈડ ગ્રંથી એ ગળાના ભાગમાં આવેલી એક પતંગીયા આકારની અંત:સ્ત્રાવી (Gland) છે. જેના દ્વારા થતા અંત:સ્ત્રાવી આપણા શરીરમાં ચયાપચયની ક્રિયાથી લઈ આ સ્ત્રાવનું અસંતુલન શરીરમાં બે પ્રકારના ભાગમાં વહેંચી શકાય છે.
હાઈપો થાઈરોઈડ :- આ પ્રકારના થાઈરોઈડમાં TSH અંત:સ્ત્રાવનું પ્રમાણ ખૂબ વધી જાય છે. T3 and T4 નામના અંત:સ્ત્રાવ નોર્મલ હોય છે.
હાઈપો થાઈરોઈડીસમના મુખ્ય લક્ષણો :-
- માસિકમાં અનિયમિતતા અને Infertility
- સૂકી ત્વચા
- સ્થૂળતા (વજન વધવું)
- ચેહરા પર સોજા આવવા
- કબજીયાત
- ઉદાસીનતા અને અનિદ્રા
- વાળ ખરવા
- માસપેસી અને સ્નાયુનો દુખાવો
હાઈપર થાઈરોડીસમ :- આ પ્રકારના થાઈરોઈડમાં TSH નું લેવલ ઘટી જાય છે. FT4 નું લેવલ વધે છે.
લક્ષણો :-
- હૃદયનાં ધબકારા વધવા.
- વધુ પડતાં ઝાડા થવા.
- થાક અને સ્નાયુની નબળાઈ
- વજન ઘટી જવું
- ખૂબ પરસેવો થવો
- ધ્રુજારી
- Panic Attack
- આંખોના ડોળા બહાર આવી જવા (Exophthalmos)
- Blood Pressure વધવું.
- નખ અને વાળ તૂટવા.
થાઈરોઈડ બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે અત્યંત જરૂરી છે. ગર્ભવતી મહિલાઓમાં થાઈરોઈડનું યોગ્ય પ્રમાણ બાળકની તંદુરસ્તી અને ડેવલપમેન્ટ પર સીધી અસર કરે છે, જેથી પ્રેગનન્સી દરમિયાન અને ડીલીવરી પછી થાઈરોઈડનો ટેસ્ટ નિયમિતપણે કરાવવો જોઈએ.
નોંધનીય છે કે સંતુલિત આહાર, કસરત, નિયમિત હેલ્થ ચેક અપ કરી થાઈરોઈડની સમસ્યા મહદઅંશે કાબુમાં કરી શકાય છે. હાલ થયેલા લેટેસ્ટ રીસર્ચ પ્રમાણે થાઈરોઈડની સમસ્યા વ્યંધત્વ, એનીમીયા, કોલેસ્ટેરોલ અને ડાયાબીટીસ સાથે સંકળાયેલી છે. થાઈરોઈડના કેટલાંક લક્ષણો એકદમ સ્પષ્ટ અને સમજી શકાય તેવા હોય છે, પરંતુ આપણે તેની અવગણના કરીએ છીએ અથવા તો તેને સમજી શકતા નથી તેને કારણે ઘણી વખત દર્દીને મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે.
થાઈરોઈડનાં નિદાન માટે કયા ટેસ્ટ કરાવવા ?
T3, T4, TSH, ANTI TPO ANTIBODIES અને USG THYROID જેવાં ટેસ્ટથી કયા પ્રકારનો થાઈરોઈડ છે તેનું નિદાન શક્ય છે.
He is practicing Family physician and Consulting Homeopath in Vadodara , Gujarat since more than 12 years.
Website : https://drhemalparikh.com
About Us : https://drhemalparikh.com/about-us/
Facebook : https://www.facebook.com/barodaclinic
Instagram : https://www.instagram.com/barodaclinic
Whatsapp Direct : https://wa.link/tjq5la
Whatsapp Only Contact : 9106672232
Fix Appointment: https://drhemalparikh.com/contact-us/