બદલાતી જતી લાઈફ સ્ટાઈલ અને વ્યસ્ત વર્કીંગ કન્ડીશનના કારણે પેટ અને પાચન તંત્રની સમસ્યા બહુ સામાન્ય બની છે. પાઈલ્સ એટલે કે હરસ – મસાની સમસ્યા પછી ખાનપાન અને જીવન શૈલીને લગતી આદતો, લોંગ સિટીંગ વર્કીંગ અવર્સ અને કબજીયાતના કારણે થતી હોય છે.
હરસ – મસા એટલે શું ?
આપણા મળમાર્ગમાં રહેલી લોહીની નળીઓ (veins) ઉપરોક્ત કારણોસર ફૂલી જઈ તેમાં સોજો આવે છે અને મળદ્વારની આસપાસનો ભાગ ફૂલી જાય છે. જે તે હરસ – અથવા મેડીકલ ભાષામાં હેમેરોઈડ્સ અથવા બવાસીરનાં અલગ અલગ નામોથી ઓળખાય છે. આ એક અત્યંત પેઈન ફૂલ કન્ડીશન છે. સમય જતાં આવા દર્દીને મળ ત્યાગ કરવામાં અધિક સમય લાગે છે, તેમાં દુખાવો, બળતરાં કે છોલાઈ જાય ત્યારે બ્લીડીંગ પણ થાય છે.
કેમ થાય છે પાઈલ્સનો પ્રોબ્લેમ ?
લાઈફસ્ટાઈલ – ખોટી દીનચર્યા : લોંગ સીટીંગ વર્કીંગ અવર્સ, જંક ફુડ કલ્ચર, સ્પાઈસી મસાલેદાર ખોરાક, દારૂ, સીગારેટ, તમાકુનું વ્યસન તેમજ વધુ પડતું વજન આ સમસ્યાના નોંધપાત્ર પરીબળો છે.
કબજીયાત : સૌથી મોટું અને અગત્યનું કારણ છે. stool સખત થતું હોવાથી તેમજ પાસ કરવાથી જોર કરવાથી મળમાર્ગ ઉપર ડાયરેક્ટ પ્રેશર આવે છે અને સુજનની શરૂઆત થાય છે.
પ્રેગનન્સી : ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભનાં પ્રેશર અને ઘણા કિસ્સામાં કબજીયાત થવાથી થઈ શકે.
વારસાગત : જે વ્યક્તિનો ફેમિલિ હીસ્ટ્રીમાં પાઈલ્સ હોય તેને થવાની સંભાવના વધુ રહે છે.
ઉપરાંત વધુ પડતું વજન(obesity), સ્ટ્રોંગ દવાઓ અને laxatives નો ઉપયોગ, હેવી Exercise કે વધુ પડતું વજન ઉચકવું વિગેરે આ સમસ્યાને આમંત્રણ આપે છે.
હરસ – મસાનાં લક્ષણો અને ચિન્હો શું છે ?
- ગુદા દ્વારની આજુબાજુ દુખાવો અથવા કોઈકવાર બળતરા થવી અથવા ખંજવાળ આવવી
- ટોયલેટ કરતી વખતે લોહી પડવું
- મળમાર્ગમાં સોજો આવવો અથવા કંઈક સૂજીને બહાર આવવું એવી સંવેદના થવી
- ક્યારેક ચીકાશયુક્ત પ્રવાહીનો સ્ત્રાવ થવો.
- અત્રે નોધનીય છે કે પાઈલ્સનાં સ્ટેજ પ્રમાણે તેનાં લક્ષણો વત્તા ઓછાં હોઈ શકે.
આ છે પાઈલ્સના ૪ સ્ટેજ :
સ્ટેજ – ૧ : ગુદા દ્વારની અંદર તરફ હોય છે, પ્રારંભિક તબક્કો છે. માત્ર સુજન જેવું હોય છે ઘણી વાર બહુ લક્ષણો ન અનુભવાતાં હોવાથી દર્દીને ખબર પડતી નથી કે પાઈલ્સ છે. કોઈકવાર દર્દીને લોહી પડવાની અથવા સંડાસ કરતી વખતે સામાન્ય દુખાવાની ફરીયાદ હોય છે.
સ્ટેજ – ૨ : ટોયલેટ કરતી વખતે મસા થોડા બહાર આવે છે, પરંતુ તે પાછા પણ જતાં રહે છે. પહેલાં સ્ટેજ કરતાં પીડાદાયક અને આકારમાં મોટા મસા હોય છે.
સ્ટેજ ૩ : આ તબક્કાને “પ્રોલેપ્સડ પાઈલ્સ” (Prolapsed Piles) તરીકે કહે છે. જે બહાર દેખાય છે પીડા સાથે લોહી પણ આવે છે.
સ્ટેજ ૪ : એડવાન્સ અને સિરીયસ સ્ટેજ છે, બહુ મોટા અને ગુદા દ્વારની બહાર રહે છે, જેમાં સેકન્ડરી ઈન્ફેક્શન અને અથવા કોમ્લીકેશન થવાની શક્યતા વધુ રહે છે.
કઈ રીતે પાઈલ્સનું નિદાન કરી શકાય : ઘણી વાર દર્દી આ સમસ્યા ખુલીને વાત કરતાં સંકોચ અનુભવે છે, સ્ટેજ-૧ અને ૨ નાં દર્દી મોટે ભાગે શરૂઆતના સ્ટેજમાં ઈગ્નોર ના કરે તો ત્રીજા અને ચોથા સ્ટેજ સુધી મસાની પ્રોગેસ નથી થતી.
લક્ષણો ચિન્હો ઉપરાંત Per rectal examination અને proctoscopy થી પાઈલ્સનું નિદાન કરી શકાય છે.
અહીં (ફીશર) ભગદંર અને પાઈલ્સના લક્ષણો ઘણી વાર સામ્યતા દર્શાવે છે જે તપાસીને કન્ફર્મ કરી શકાય છે.
શું છે પાઈલ્સના કોમ્પ્લીકેશન્સ ?
જ્યારે 3rd અને 4th Degree piles માં સેકન્ડરી ઈન્ફેક્શન લાગીને પરિસ્થિતિ વણસી શકે છે. લાંબા સમય સુધી ટોયલેટમાં લોહી ચાલુ રહે તો લોહીની ઉણપ અને મસામાં જો સોજો વધી બહાર આવી જાય તો “થ્રોમ્બોસ્ડ પાઈલ્સ” થઈ શકે છે.
બહુ જુના મસામાં જો કબજીયાતનું પૂરતું ધ્યાન ના ગણવામાં આવે તો મસાની સાથે ભગદંર અને પ્રોલેટસ્ડ રેક્ટમ (મળમાર્ગનું બહાર નીકળી જવું) થાય છે.
હરસ મસાની સમસ્યાનાં સોનેરી સૂચનો :
પોતાની દીનચર્યા અને ખાનપાનમાં ફેરફાર કરી યોગ્ય તકેદારીથી પાઈલ્સથી બચી શકીએ છે અથવા તેને આગળ વધતાં અટકાવી શકાય છે.
- સૌપ્રથમ કબજીયાત થવા દેવી નહી તેમજ સંડાસમાં જોર કરવું નહી
- ખોરાકમાં સંપૂર્ણ પરેજી રાખવી જેમ કે, તીખું, તળેલું, જંકફુડ મેદાની વધુઓ અથવા પાપડ બંધ કરી ફાઈબરયુક્ત લીલા શાકભાજ, ફળફળાદી સુપાચ્ય ખોરાક લેવો. ૩ થી ૪ લીટર પ્રવાહી જેમ કે ફ્રુટ જ્યુસ, નારીયેલ પાણી, છાશનો ઉપયોગ વધુ કરવો.
- બાફેલા ખોરાકને વધારે પ્રાધાન્ય આપવું.
- વજન ઘટાડવું, નિયમિત હળવી શારીરીક કસરત કરવી.
પ્રેગનન્સી પછી થતાં પાઈલ્સ રોકવાં કબજીયાત ન થવા દેવો.